વાંકાનેરની દેલવાડીયા હોસ્પિટલ પાસે જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી શહેર અને જીલ્લામાં શ્રાવણ માસ નિમિતે ઠેર ઠેર જુગારના હાટડાઓ ધમધમવા લાગ્યા છે ત્યારે પોલીસની ટીમો સતત દોડધામ કરીને જુગારીઓને કાયદાનું ભાન કરાવે છે જેમાં વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લેવાયા છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી.આઈ. બી ટી વાઢીયા, પીએસઆઈ એમ.જે.ધાંધલ, જયપાલસિંહ બળવંતસિંહ પરમાર, તેજાભાઈ આણદભાઈ ગરચર, ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ સુમરા, હરેશભાઈ આગલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે દરોડો કર્યો હતો

વાંકાનેરના દેલવાડીયા હોસ્પિટલ નજીક જાહેરમાં જુગાર રમાતો હોય જેથી પોલીસની ટીમે દરોડો કરતા જુગાર રમતા જયપાલ ઉર્ફે જેકી ભીખુ કડીવાર, પ્રતાપભાઈ જયંતીભાઈ કડીવાર, નાનાભાઈ છનાભાઇ કડીવાર અને યોગેશ રમેશભાઈ કડીવાર રહે. ચારેય વાંકાનેરવાળાને ઝડપી લઈને રોકડ રકમ ૧૨,૪૬૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat