

મોરબી બી ડીવીઝન પોલીસે નવી કલેકટર કચરી પાછળ કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ૩ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવી કલેકટર કચરી પાછળ આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્ષમાં પહેલા મળે જુગાર રમતા કપિલ વિનોદભાઈ જોટાણી, તરુણ ગણેશભાઈ ભોજાણી, દીપકભાઈ ભગવાનજીભાઈ વિડજા અને ચેતનભાઈ ભવાનભાઈ અધારાને રોકડ રકમ ૩૮૮૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી બી ડીવીઝન પોલીસની આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.કે.ઝાલા, પી.એસ.આઈ. એ.બી.જાડેજા, કે.એચ.રાવલ, ઇમ્તિયાજભાઈ જામ, પરેશભાઈ, જે.કે.ઝાલા, વિજયભાઈ ડાંગર, ઋતુરાજસિંહ જાડેજા, મયુરભાઈ, જયેન્દ્રસિંહ ઝાલા અને ભાનુભાઈ બાલસરા સહિતના એ કરેલ છે.