Billboard ad 1150*250

મોરબી અને વાંકાનેરમાં ચાર અપમૃત્યુના બનાવમાં ચારના મોત

0 86
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી અને વાંકાનેર પંથકમાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા છે જેમાં મહિલા સહીત ચારના મોત થયા છે

        અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેઝ પાછળ તળાવમાં ન્હાવા ગયેલ હરજીભાઈ બાબુભાઈ કોળી (ઉ.વ.૧૬) નામનો સગીર ડૂબી જતા તેનું મોત થયું છે જયારે મોરબીના લાલપર નજીકની ઉદય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી વેળાએ સહદેવ સુરેન્દ્ર પુરસી (ઉ.વ.૨૧) નામના શ્રમિકને ઇલેક્ટ્રિક શોક લાગતા તેનું મોત થયું છે જયારે ત્રીજા બનાવમાં મૂળ એમપીના રહેવાસી અને હાલ મોરબીના જીવાપર રહીને મજુરી કરતા રસ્તાબેન સંદીપભાઈ માવડા (ઉ.વ.૨૦) નામની પરિણીતા કોઈ કારણોસર ઘાસ બાળવાની ઝેરી દવા પી જતા સારવાર માટે રાજકોટ ખસેડેલ જ્યાં તેનું મોત થયું છે

પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે જયારે વાંકાનેરમાં અપમૃત્યુના બનાવમાં સરધારકા ગામે વાડીમાં રહેતા મનીષાબેન રાહુલભાઈ કોળી (ઉ.વ.૨૦) નામની પરિણીતા કપાસમાં છાંટવાણી દવા પી જતા વાંકાનેર બાદ વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે મરણ જનારનો લગ્નગાળો બે વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે પોલીસે ઉપરોક્ત તમામ બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat