વાંકાનેરમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરતા ચાર ઈસમો ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

૨૩ પશુઓને બચાવી લેવાયા , ૨ કાર સહીત ૪.૨૩ લાખનો મુદામાલ જપ્ત

        વાંકાનેર તાલુકા પોલીસની ટીમે પશુઓની હેરાફેરી કરતી ગાડીને ઝડપી લઈને ૨૩ અબોલ પશુઓને મુક્ત કરાવી ૪.૨૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતા ચાર ઇસમોને ઝડપી લેવાયા છે

        વાંકાનેર તાલુકા પોલીસ ટીમ રાત્રીના પેટ્રોલિંગમાં હોય દરમિયાન અદેપરથી સતાપર જતા રોડ પરથી પસાર થતી બોલેરો પીકઅપ નં જીજે ૦૩ એ એક્ષ ૨૬૦૧ માં પશુઓ ભરેલા હોય જેમાં પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની સગવડ નહિ રાખીને પશુઓની ગેરકાયદે હેરાફેરી કરવામાં આવતી હોય જેથી પોલીસે વાહન ઉપરાંત ૨૩ પશુઓને છોડાવ્યા  હતા તેમજ બોલેરો પીકઅપમાં સવાર આરોપી વિરામ જકશીભાઈ સાડમીયા રહે મેવાશા તા. ચોટીલા, સુરેશ છનાભાઇ માથાસૂરીયા રહે દેવશર તા. ચોટીલા, અજીત જગાભાઇ મોરી રહે વડોદ તા. વઢવાણ અને રમેશ વેરશી માથાસૂરીયા રહે દેવસર તા. ચોટીલા એમ ચારને ઝડપી લઈને કુલ ૪,.૨૩ લાખનો મુદામાલ જપ્ત કરી પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

Comments
Loading...
WhatsApp chat