હળવદમાં હોજ બનાવવા બાબતે બઘડાટીમાં ચારને ઈજા, સામસામી ફરિયાદ

      હળવદના મેરૂપર ગામે બનાવેલ હોજ મામલે બઘડાટી બોલી ગઈ હતી જેમાં વૃદ્ધ સહીત બેને ઈજા પહોંચી છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

        હળવદના મેરૂપર ગામના રહેવાસી મણીલાલ કરમશીભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભૂપત ભગવાનભાઈ સોલંકીએ તેની જમીનમાં પાણી માટે હોજ બનાવ્યો હોય જેથી ફરિયાદી અને સાહેદો જેસીબી મશીન દ્વારા વિખેરતા હોય જે નહિ ગમતા આરોપી ભૂપત ભગવાન સોલંકી, વાઘજી રૂપા સોલંકી અને હરજી ભગવાનભાઈ સોલંકી રહે ત્રણેય મેરૂપર તા હળવદ વાળા તથા ભુપતભાઈના ટ્રેક્ટરનો ડ્રાઈવર એ ચાર આરોપીઓએ લાકડી અને ધોકા વતી માર મારી ફરિયાદી મણીલાલ પટેલને ફેકચર જેવી ઈજા કરી તેમજ સાહેદ મુકેશભાઈને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

        જયારે સામાપક્ષે ભૂપત ભગવાનભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની જમીન અને આરોપીની જમીન વચ્ચે સરકારી પડતર જમીનમાં પાણી માટે હોજ બનાવ્યો હોય જે આરોપી મણીલાલ કરમશી પટેલ, દીપક મણીલાલ પટેલ, મુકેશ મણીલાલ પટેલ રહે ત્રણેય મેરૂપર તા હળવદ વાળા વિખવા માટે જતા ફરિયાદીએ ના પાડતા આરોપીઓએ ગાળો આપી પાઈપ વતી ઈજા કરી તેમજ સાહેદ વાઘજીભાઈને ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે   

Comments
Loading...
WhatsApp chat