મોરબીના વેજીટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી પંથકમાં શ્રાવણીયો જુગાર જામ્યો છે ત્યારે પોલીસે દરોડા કાર્યવાહી તેજ કરી છે બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વેજીટેબલ રોડ પરથી જુગાર રમતા ચારને રોકડ સાથે દબોચી લીધા છે

મોરબી બી ડીવીઝન પોલીસે વેજીટેબલ રોડ પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સ્થળ પર દરોડો કરતા જુગાર રમી રહેલા બળદેવભાઈ રામજીભાઈ સાલાણી, ભરત શામજીભાઈ થરેસા, કિશન ઉગાભાઇ સાલાણી અને દિનેશ અમરશીભાઈ સાલાણી રહે. બધા લાભનગર વેજીટેબલ રોડ વાળાને ઝડપી લઈને રોકડ રકમ ૪૩૨૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat