ખાખરેચીમાં જમીનમાં ભાગ મામલે ચાર શખ્શોએ યુવાનને ઢીબી નાખ્યો

માળીયાના ખાખરેચી ગામે જમીનનો ભાગ માગવા બાબતે ચાર શખ્શોએ યુવાનને માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને યુવાનની ફરિયાદને પગલે માળિયા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

માળીયાના ખાખરેચી ગામના રહેવાસી છ્તાર ઉસ્માન ખારાવાડિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી યુનુસ ઉસ્માન, ફારૂક યુનુસ, ઈરફાન યુનુસ અને એજાજ યુનુસ રહે બધા ખાખરેચી વાળાએ જમીનમાં ભાગ માંગતા ફરિયાદી આ જમીન વાવતા હોય અને તે ભાગ પાડવા માટે ગામના આગેવાનોને મળ્યા હતા જેનું સારું નહિ લાગતા આરોપીઓએ ફરિયાદીને માર મારી ઈજા પહોંચાડી છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat