જેતપર રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં શ્રાવણ માસ બાદ ભાદરવા જુગારની મોસમ પણ ખીલી છે. પત્તાપ્રેમીઓ જ્યાં મરજી પડે ત્યાં જુગારના અડ્ડા જમાવી દેતા હોય છે જેમાં ગત રાત્રીના સમયે મોરબીના જેતપર રોડ પરના ઇટાલિકા સિરામિક નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસની ટીમે દરોડો કરતા જાહેરમાં જુગાર રમતા જયંતી કાવઠીયા, સંજય કનું પારેખ, મહેશ નરભેરામ વડસોલા અને સુરેશ નાનજી સનારીયા એમ ચારને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૫૪,૪૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat