ચાર પુત્રીઓએ પિતાને કાંધ આપી,પુત્રની ગરજ સારી

મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ જોધપર ગામે રહેતા નથુભાઈ નાનજીભાઈ રાજપરાનું ગઈકાલે મૃત્યુ નીપજતા પરિવારના વટવ્રુક્ષ સમા પિતાજીની છાયડી ગુમાવી હતી.સ્વભાવે સરળ,ધર્મ પારાયણ અને પોતાના મિલનસાર સ્વભાવથી નાથુભાઈ ગામ આખામાં આદરને પાત્ર ગણાતા અને તેમનું ખુબ માન હતું.તેમનું સ્વ.નાથુભાઈને સંતાનોમાં ત્રણ પુત્રો નાગજીભાઈ,ધર્મેન્દ્રભાઈ અને શૈલેશભાઈ તથા ચાર પુત્રીઓમાં માણેકબેન,શારદાબેન,હંસાબેન અને દક્ષાબેન એમ કુલ સાત સંતાનો છે.
ગઈકાલે તેમના પિતાજીના અવસાનના થતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વર્યું હતું તેમજ તેમની સ્મશાન યાત્રાની તૈયારીઓ પૂર્ણ થઇ ત્યારે ત્રણેય ભાઈઓએ મળીને પોતાની વહાલી બહેનોને પિતાજીની કાંધ આપવા આગળ કરી દીકરીઓએ પણ પોતાના ભાઈઓએ તેમના મનની વાત જાણી લીધી હોય તેમ તૈયાર થઇ ગઈ હતી અને ચારેય પુત્રીઓએ ચેક સ્મશાન સુધી પિતાને કાંધ આપી હતી.
આ તકે પુત્રી રતનબેનએ જણાવ્યું હતું કે આ દુનિયામાં ઈશ્વરે ધણા સંબંધો બનાવ્યા છે પરંતુ પિતા અને પુત્રીનો સંબધ બાંધી હાથ ધોઈ નાખ્યા છે.તેમજ વધુમાં જણાવ્યું હતું કે અમારા તો ભાઈઓ પણ પિતા સમાન પ્રેમના સમંદર જેવા છે.તેમજ પરિવારના જમાઈ અને મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના અન્યોએ સાંત્વના પાઠવી હતી.

Comments
Loading...
WhatsApp chat