માળિયા આંગડીયા ચોરીના ગુનામાં ચાર આરોપી ઝડપાયા, ૬૨.૫૦ લાખની રોકડ રીકવર થશે ?

નજર ચૂકવી ૬૨.૫૦ લાખની રકમ ચોરી જવાના કેસમાં ચાર ઝડપાયા હજુ બે આરોપીઓ ફરાર, લાખોની રકમ કોની પાસે મોટો સવાલ ?

 

માળિયા નજીક હાઈવે પર એસટી બસના સ્ટોપ સમયે બસમાંથી આંગડીયા કર્મચારી નીચે ઉતર્યા બાદ ૬૨.૫૦ લાખની રોકડ ભરેલ થેલાની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે બનાવમાં ૧૫ દિવસ બાદ પોલીસે ચાર આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ બાઈક, મોબાઈલ ફોન અને પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીસ કબજે લીધા છે તો મુખ્ય સુત્રધાર મનાતા ઇસમ સહિતના બે ઈસમો ફરાર છે અને ગુનામાં ગયેલ ૬૨.૫૦ લાખની રોકડ રકમ પણ પોલીસને હાથ લાગી નથી

રાપરના રહેવાસી મહાદેવભાઈ વાઘમારે નામના આંગડીયા કર્મચારી પાસે રહેલ ૬૨.૫૦ લાખની રોકડ ભરેલ થેલો લઈને તેઓ રાપર રાજકોટ બસમાં આવતા હોય ત્યારે માળિયા હાઈવે પર હોટેલ સ્ટોપ સમયે થેલાની ચોરી થઇ હતી જે બનાવ મામલે માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હતી જેમાં સીસીટીવી કેમેરા અને ટેકનીકલ વર્ક દ્વારા પોલીસે આરોપી કરણભા રમેશભા ગઢવી, ભાવેશ નીતિનભાઈ ઠક્કર, હરિપ્રસાદ ઉર્ફે હરેશ ઈશ્વરદાસ રામાનંદી રહે રાપર કચ્છ અને સોનુંસિંગ નરેશસિંગ પરમાર રહે રાપર મૂળ રહે એમપી એમ ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૮ સીએલ ૬૨૫૭ કીમત રૂ ૩૫,૦૦૦, મોબાઈલ નંગ ૦૫ કીમત રૂ ૨૫,૫૦૦ અને દેશી બનાવટ પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૨૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ ૦૮ કીમત રૂ ૮૦૦ સહિતનો મુદામાલ જપ્ત કરાયો છે તો આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમર અને લાલુ ગાદીપાલ કુશવાહ રહે બંને એમપી વાળા ફરાર હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે

 

ગુનામાં કોને શું ભૂમિકા ભજવી ?

આંગડીયા કર્મચારી પાસેથી લાખોની રકમ ભરેલા થેલાની ચોરી કરવામાં આરોપી કરણભા ગઢવીએ વાહનની અને રહેવાની સગવડતા પૂરી પાડી હતી તો ભાવેશ ઠક્કરે ફરિયાદીની રેકી કરી માહિતી આપી હતી આરોપી હરિપ્રસાદ સાધુ આરોપીને બસ સુધી મુકવા જવા અને વાહનની સગવડતા પૂરી પાડી હતી તેમજ સાગર તોમર મોટરસાયકલથી બસ પાછળ પીછો કર્યો હતો તેમજ સોનુંસિંગ રાજપૂત અને લાલુ ગાદીપાલ કુશવાહ બનાવને અંજામ આપ્યો હતો

 

અનોખો સંયોગ, ગૃહમંત્રીની મુલાકાત પૂર્વે ભેદ ઉકેલાયો

મોરબીમાં ચાલુ માસમાં ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, વાહન ચોરીના અનેક બનાવો બન્યા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાથી રાજ્યના ગૃહમંત્રી રવિવારે મોરબીની મુલાકાતે પધારવાના છે ત્યારે એલસીબી ટીમે ૧૫ દિવસ પૂર્વે આંગડીયા કર્મચારીનો ૬૨.૫૦ લાખની રોકડ ભરેલ થેલો ચોરી થયો હતો તે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ગૃહમંત્રીની મુલાકાત પૂર્વે ગુનાનો ભેદ ઉકેલાયો છે તે અનોખો સંયોગ કહી સકાય

 

જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, બી ડી જાડેજા, એ ડી જાડેજા, એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, માળિયા પોલીસની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat