સૌપ્રથમ લેબોરેટરી શરુ કરવાનો શ્રેય મોરબીના નવલખી બંદરને મળ્યો

ટેસ્ટો ગ્લોબલ લેબોરેટરી (કોલ ટેસ્ટીંગ) નું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત મેરીટાઈમ બોર્ડ સંચાલિત મોરબી જીલ્લાનું નવલખી બંદરે વર્ષ દરમિયાન અનેક વિકાસકાર્યો ઇન્ચાર્જ બંદર અધિકારી કેપ્ટન એ.બી. સોલંકીના નેતૃત્વ હેઠળ પૂર્ણ કર્યા છે. ત્યારે બંદરના વિકાસ માટે જે કોલ ટેસ્ટીંગ ટેસ્ટો ગ્લોબલ લેબોરેટરી અમદાવાદ ખાતે કાર્યરત છે તેના સહયોગથી બંદર ખાતે કોલ ટેસ્ટીંગ લેબોરેટરીનું ઉદ્ઘાટન આજે જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ અને જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ બંદરોમાં આ લેબોરેટરીની સૌપ્રથમ સુવિધા નવલખી બંદર ખાતે શરુ કરવામાં આવી છે. ટેસ્ટો લેબોરેટરીના અધિકારીના જણાવ્યા મુજબ આ સુવિધાથી તમામ કોલ ઈમ્પોર્ટર્સ અને સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલસાની ગુણવત્તા ટેસ્ટીંગની સુવિધા નવલખી બંદરે જ ઉપલબ્ધ થશે જે સુવિધા અગાઉ ગાંધીધામ તથા જામનગર ખાતે પ્રાઈવેટ લેબોરેટરીમાં કરવામાં આવતી હતી તેવી સુવિધા નવલખી બંદર ખાતે ઉપલબ્ધ થવાથી સમય અને વાહન વ્યવહારનો ખર્ચનો બચાવ થશે. તેમજ લેબોરેટરી દ્વારા કેમિકલ, પાણી અને ખનીજોનું પણ ટેસ્ટીંગ કરવાની સુવિધા આપવામાં આવશે આમ કેપ્ટન એ.બી.સોલંકી નવલખી બંદરના વિકાસની સિદ્ધિઓમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે જે બંદરના ઝડપી વિકાસ માટે પ્રોત્સાહન પૂરું પાડશે.

 

Comments
Loading...
WhatsApp chat