સરકારી હોસ્પિટલના બાથરૂમમાંથી નવજાત શિશુનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળ્યો

માળિયાની સરકારી હોસ્પિટલમાં આજે નવજાત શિશુનો ત્યજી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે અધૂરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ હોસ્પિટલના બાથરૂમમાંથી મળી આવતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાની સરકારી હોસ્પિટલના બાથરૂમમાં આજે સવારના સમયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે માળિયાની સરકારી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સલેમાન આદમ કટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે આજે સવારના સમયે તે રાબેતા મુજબ સફાઈ કામગીરી કરતા હોય અને બાથરૂમમાં ગયા ત્યારે તાજું જન્મેલ બાળક મૃત હાલતમાં પડ્યું હતું જે પાંચથી છ માસનું હોય અને અધૂરા માસે જન્મેલા બાળકના મૃતદેહને ત્યજી દેવામાં આવ્યું હોય તેમ ફરિયાદમાં જણાવ્યું છે

સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુના મૃતદેહને ત્યજી દીધું હોય તેવી ચર્ચા લોકોના મુખે જોવા મળી હતી તો આ બનાવથી સૌ કોઈ નિષ્ઠુર માતા સામે ફિટકાર વરસાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat