મોરબીમાં નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત બેરોજગાર યુવા નોંધણીના ફોર્મ ભરાયા

આગામી ચુંટણીમાં કોંગ્રેસની સરકાર આવશે તો યુવાનોને લાયકાત મુજબ નોકરી મળશે અથવા તો નક્કી કરેલ માસિક સ્ટાઇપેન્ડ આપવા અંતર્ગત મોરબીમાં બે દિવસીય નવસર્જન યુવા રોજગાર અભિયાન અંતર્ગત બેરોજગાર યુવાનોના નામોની નોંધણી કરવામાં આવી હતી જેમાં શનિવારે નવા બસ સ્ટેન્ડ નજીકના સુપર માર્કેટ ખાતે કેમ્પમાં ૩૦૦ યુવાનોએ ફોર્મ ભર્યા હતા.જયારે રવિવારે નરસંગ ટેકરી નજીક તેમજ મહેન્દ્રનગર ચોકડી ખાતે કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો જેમાં વધુ ૩૦૦ યુવાનોએ નામ નોંધણી કરાવી હતી. આમ બે દિવસીય કેમ્પમાં ૬૦૦ યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat