Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર છરી વડે હુમલો કરાયો

0 1,535

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પર ગત રાત્રીના છ ઈસમોએ અચાનક હુમલો કરી દીધો હતો અને છરી વડે હાથમાં ઈજા પહોંચાડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ સદસ્ય તરીકે કાર્યરત કેતનભાઈ અમૃતલાલ વિલપરા ગતરાત્રે પોતાના મિત્ર સાથે મોરબીના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય નજીક જીઆઇડીસીના નાકે ઉભા હોય ત્યારે બે બાઈકમાં આવેલ છ ઇસમોએ કેતન વિલપરા પર છરીથી હુમલો કરી દીધો હતો અને કેતનભાઈને હાથની આંગળીમાં ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર લીધી હતી અગાઉના મનદુઃખ નો ખાર રાખી પૂર્વ પાલિકા પ્રમુખ પર હુમલો કરાયો હોવાની માહિતી મળી છે તો પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat