Billboard ad 1150*250

મોરબી એટ્રોસિટી કેસમાં ભાજપના પૂર્વ સદસ્ય અનીલ હડીયલનો જામીન પર છુટકારો

0 76
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી નગરપાલિકાના કર્મચારી રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે ગટર સફાઈ વખતે બોલાચાલી કરી મારામારી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોય જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે આરોપી અનિલભાઈ હડીયલની ધરપકડ કરી હતી અને આરોપી તરફે મોરબીના સીનીયર ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા મારફત એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ જજની કોર્ટમાં જામીન અરજી કરી હતી

        જેમાં બચાવ પક્ષે દલીલ કરી હતી કે વોર્ડ નં ૬ ના ભાજપના પૂર્વ સદસ્ય હોય અને હાલ તેના પત્ની ચૂંટાયેલા સદસ્ય છે માત્ર ગંદકી દુર થાય ગટર સાફ થાય તે બાબતે ફરિયાદી સાથે વાતચીત કરેલ અને આરોપીએ કોઈ ગુન્હો ના કર્યો હોવા છતાં ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપી કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી અને ગુનો સાબિત ના થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવો જોઈએ આમ બચાવ પક્ષની દલીલને પગલે કોર્ટે આરોપી ભાજપના પૂર્વ સદસ્ય અનિલભાઈ હડીયલના શરતી જામીન મંજુર કર્યા છે અને આરોપીની જામીન પર છુટકારો થયો છે

        આરોપી તરફે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન અગેચણીયા, સુનીલ માલકીયા, જીતેન્દ્ર સોલંકી રોકાયેલ હતા 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat