મોરબીના ન્યુ પેલેસમાં દીપડો દેખાયાની માહિતીથી વન વિભાગ દોડતું

       મોરબીના ન્યુ પેલેસમાં રાત્રીના સમયે દીપડો દેખાયો હોય તેવી માહિતીને પગલે મોરબીનું વન વિભાગ દોડતું થયું હતું અને રાત્રીના રેસ્ક્યુ ઓપરેશન ચલાવાયું હતું જોકે દીપડાની ભાળ મળી ના હતી

       બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ન્યુ પેલેસમાંથી દીપડો દેખાયો હોય તેવો કોલ પોલીસને જતા પોલીસે ન્યુ પેલેસ નજીક રહેતા જનક વાળાનો સંપર્ક સાધ્યો હતો તેમજ ઇન્ચાર્જ ફોરેસ્ટ અધિકારી અનીલ એરવાડીયાએ રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમ રવાના કરી હતી અને સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ ચલાવી હતી જોકે દીપડો કે તેના પંજાના નિશાન ફોરેસ્ટ ટીમને ક્યાય મળી આવ્યા ના હતા

Comments
Loading...
WhatsApp chat