Billboard ad 1150*250

મોરબીમાં સમય ગેઇટથી ઉમિયા સર્કલ સુધીનો ફોરલેન સીસીરોડ ૨ કરોડના ખર્ચે મંજુર

0 127
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ધારાસભ્ય બ્રિજેશ મેરજાની મહેનત રંગ લાવી

        મોરબી શહેરના પ્રવેશદ્વાર સમાન સમય ગેઇટથી ઉમિયા સર્કલ સુધીનો રસ્તો અતિવૃષ્ટિમાં બિસ્માર બન્યો છે જેથી નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય જે સ્થિતિનું નિરાકરણ લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ક્ષેત્રીય ઈજનેરો અને ગાંધીનગર સચિવાલય કક્ષાએ ર્જુઅતો કરી હતી અને ફોરલેન સીસી રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર કરાયો છે

        ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર સચિવાલય સુધી અને રજૂઆત કરી હતી આ રસ્તા પર વારંવાર ગટરનું પાણી ફરી વળતું હોય અને દર ચોમાસામાં પાણી નિકાલના અભાવે ભરાયેલું રહેતું જેથી ડામર રોડ તૂટી જતો હોય જે સ્થિતિનો ઝીણવટભર્યો ક્યાસ કાઢી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તા. ૨૧-૦૯-૧૯ ની રજૂઆતમાં ડામરનો ર અસતો સીસીરોડમાં રૂપાંતર કરી મજબુત અને ટકાઉ ફોરલેન બનાવવા માંગણી કરતા માર્ગ-મકાન વિભાગે રૂ ૨ કરોડનો જોબ નંબર ફાળવીને આ સીસીરોડ મંજુર કર્યો છે ચોમાસાના પાણી અને ગટરના પાણીના નિકાલ સાથેની સુવિધા સાથે સીસીરોડ મંજુર કરવાની ધારાસભ્યની દીર્ઘદ્રષ્ટિ ફળી છે અને ફોરલેન સીસીરોડની સુવિધાથી ટૂંક સમયમાં પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat