Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ૫.૨૦ લાખનો મુદામાલ જપ્ત

કારચાલક પોલીસને જોઇને નાસી છૂટ્યો

મોરબી જીલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે જોકે પોલીસને જોઇને આરોપી નાસી છૂટ્યો હતો.

મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નેશનલ હાઈવે પર વાંકાનેર બાઉન્ડ્રી નજીક બ્લેક કલરની ઝાયલો કાર નં જીજે ૦૬ ઝેડ ૧૩૨૮ નો ચાલક પોલીસને જોઇને નાસી છૂટ્યો હતો જે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બીયર મળી કુલ ૧.૨૦ લાખનો મુદામાલ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે ૧.૨૦ લાખનો દારૂ અને ૪ લાખની કાર મળી ૫.૨૦ લાખનો મુદામાલ કબજે કરાયો છે

આ કામગીરીમાં પીએસઆઈ જી.આર.ગઢવી તેની ટીમના બી.ડી. પરમાર, વશરામભાઈ મેતા, મુકેશભાઈ હકુભાઈ, કિશનભાઈ શંકરલાલ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, શિવરાજસિંહ ભરતસિંહ, તેજપાલસિંહ કિરીટસિંહ સહિતનાએ કરી છે

Comments
Loading...
WhatsApp chat