મોરબી-વાંકાનેર પંથકમાંથી વિદેશી તથા દેશી દારૂ ઝડપાયો

મોરબી અને વાંકાનેર પંથકમાં પોલીસે દરોડો પાડી વિદેશી તથા દેશી દારૂ ઝડપી પાડ્યો હતો અને ૨ આરોપીઓ નાશી છુટતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

મોરબીના વિજય ટોકીઝ નજીકના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરતા ઘરમાંથી વિદેશી દારૂની બોટલનો જથ્થો મળી આવતા પોલીસે ૩૩,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી કિશન કુબાવત હાજર નાં મળતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.જયારે વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાં હજારીયા તળાવ પાસે ખરાબામાં ચાલતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પર દરોડો પાડી ત્યાંથી ૨૦૦ લીટર દેશી દારૂ તથા ૨૦૦ લીટર આથો ઝડપી પડયો હતો તો આ દારૂની ભઠ્ઠી આરોપી સાગર પ્રેમજી મેરની હોય જેને ઝડપી પાડવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 

તેમજ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ખાતે વાંકાનેર તાલુકા પોલીસે રાજુભાઇ ચાવડાના ઘરે દરોડો પાડી વિદેશી દારૂની ૩ બોટલ કિંમત રૂ. ૯૦૦ ઝડપી પાડ્યો હતો જયારે રાજુભાઇ ચાવડા હાજર મળી ન આવતા તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat