ત્રણ મહિનાથી પાણીની સમસ્યાથી કંટાળી ગયેલી મહિલાઓનો પાલિકાએ હંગામો

મોરબીના રણછોડનગર વિસ્તારની મહિલાઓનો પાણી મુદે હલ્લાબોલ

 

                      મોરબી પાલિકા કચેરીએ મહિલાઓના ટોળા અને હંગામાના દ્રશ્યો લગભગ સામાન્ય બની રહ્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે ટોળા લગભગ દરરોજ પાલિકા કચેરીએ ઘસી આવતા હોય છે તો આજે પણ રણછોડનગરની મહિલાઓ પાણી મુદે રણચંડી બની પાલિકા કચેરીએ હંગામો મચાવ્યો હતો.

                    

                    મોરબીના છેવાડાના વિસ્તાર એવા રણછોડનગર ૧ માં છેલ્લા ત્રણેક માસથી પાણીની સમસ્યા સર્જાઈ છે અને અગાઉ પણ લત્તાવાસીઓએ કરેલી ફરિયાદ બાદ પણ નીમ્ભર પાલિકા તંત્ર પ્રશ્નનો કોઈ ઉકેલ લાવ્યા ના હોય જેથી આ વિસ્તારની મહિલાઓની ધીરજ આજે ખૂટી હતી અને મહિલાઓનું એક ટોળું પાલિકા કચેરી ઘસી આવીને પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયું હતું અને પાણી મુદે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી તો વળી રજૂઆત કરનાર મહિલાઓ પાસેથી ચોકાવનારી વિગતો પણ પ્રાપ્ત થઇ હતી

 

                    જેમાં તેમની આસપાસના વિસ્તારમાં પાણી આવે છે પણ રાત્રીના વિતરણ થાય છે તો આ વિસ્તાર ભરઉનાળે તરસ્યો છે અને આવા આકરા તાપમાં પાણીની તંગીથી કેવી મુશ્કેલીઓ ઉભી થાય છે તેનું ભાન કદાચ પાલિકા તંત્રના અધિકાર્રીઓ કે પદાધિકારીઓને નથી અને લોકોના પ્રશ્નો સમજવા અને તેના ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર સરેઆમ નિષ્ફળ રહ્યું છે તેવી રોષપૂર્ણ લાગણી પણ નાગરિકોમાં જોવા મળે છે.

 

                 રજૂઆત કરનાર મહિલાઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે નજીકમાં આવેલી અમૃતપાર્ક સોસાયટીના રહીશો પાણીનો વાલ્વ ખોલવા દેતા ના હોય જેથી પાણીની સમસ્યા માનવસર્જિત છે અને છતાં પાણીએ લોકોને તરસ્યું રહેવું પડે છે જોકે આજે પણ પાલિકાના પ્રમુખ કે ચીફો ઓફિસર હાજર ના હોવાથી રજૂઆત સાંભળનાર કોઈ ના હતું તેવો ઘાટ સર્જાયો હતો.

 

Comments
Loading...
WhatsApp chat