



ખેડૂતોની સુખાકારી અને યોગ્ય જળસંગ્રહ માટે જયશુખભાઈ પટેલ કચ્છના 150 ગામના પ્રતિનિધિ ખેડૂતોને “ચાચાપર” ગામની મુલાકાત કરાવશે.કહેવાય છે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે જો પાણીને બચાવી અને યોગ્ય રીતે સંગ્રહ નહીં કરીએ તો આપણી આવનારી પેઢીઓ એ પાણી માટે વલખા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી…
કચ્છ જીલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતરવવા માટે નું એક અભિયાન “ગ્લોબલ કચ્છ” દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં માં કચ્છના અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના ૧૫૦ થી વધારે ગામડામાં પાણી ના સંગ્રહ કરવાની ઝુંબેસ ચાલુ કરેલ છે. જે અભિયાન પર ૨૬ જાન્યુઆરી થી ૩૦ મેં દરમ્યાન કાર્યો અને પ્રયાસો કરાશે જેમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમ બનાવવા કુવા રીચાઁજ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં જે ગામ સાૈથી વધારે પાણી સંગ્રહ કરવા માટે સફળતાપૂર્વક કામ કરશે તેમને પ્રથમ પ્રાઈઝ રૂા.૧ કરોડ બીજુ પ્રાઈઝ રૂા.50 લાખ અને ત્રીજુ પ્રાઈઝ રૂા. ૨૫/- લાખ રાખવામાં આવેલ છે.
આજથી આશરે 15 વર્ષ પહેલા પાટીદાર ભામાશા શ્રી ઓધવજીભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાના ચાચાપર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચ થકી 6 થી 7 ચેકડેમ અને ત્રણ થી ચાર તળાવો તથા કુવા રીચાર્જ પર કામ થયેલ હતું પરિણામ સ્વરૂપ ભૂગર્ભ તળ ઊંચા આવેલ છે. જળસંચયના સચોટ પ્રયાસ થકી ચાચાપર ગામના ખેડૂતોની ઉત્પાદકતા અને સુખાકારીમાં ખૂબ જ મોટો વધારો થયેલ છે.
અને આ જ રીતે કચ્છના દરેક ખેડૂતોની કાર્યદક્ષતામાં વધારો થાય તેવા ઉન્નત વિચારથી અજંતા ઓરેવા ગ્રુપ ના સુપ્રિમો જયસુખભાઇ સંપૂર્ણ સ્વખર્ચે global કચ્છના અભિયાન સાથે જોડાયેલા ત્રણ તાલુકાના આશરે 150 ગામના ખેડૂત પ્રતિનિધિઓને તારીખ 27-1-2022 ના રોજ ચાચાપર ગામ ની પ્રત્યક્ષ વિઝીટ કરાવશે.
આ વિઝીટ દરમિયાન જયસુખભાઈ તરફ થી “જળ સંગ્રહ” તથા ભુગઁભ જળ” ની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતા માં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તેમની વિસ્તૃત ચર્ચા અને નોલેજ ખેડૂતો સાથે શેર કરશે.
આ અભિયાનમાં ઘણી બધી સંસ્થાઓ જોડાએલ છે. જેવા કે કા્ડા બોમ્બે, બ્રહમકુમારી, આર્ટ ઓફ લિવિંગ, કચ્છી સમાજ, કચ્છ મહાજન રણ સરોવરના પ્રણેતા જયસુખભાઈ (ઓરેવા ગ્રુપ ) વગેરે જેમનેા મુખ્ય ઉદ્દેશ આ અભિયાન થકી સમગ્ર કચ્છ જીલ્લાને તબકાવાર ગ્રીન બેલ્ટ બનાવાનેા છે.

