મોરબીમાં દવા પી જતા બે મહિલા સહીત ત્રણ અને દાઝી ગયેલી મહિલા સારવારમાં

એક યુવાન સહીત ચારને હોસ્પિટલ ખસેડાયા

મોરબી શહેર અને તાલુકામાં દવા પી જતા તેમજ અકસ્માતે દાઝી જતા એક યુવાન સહીત કુલ પાંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

મોરબીના રંગપર નજીકની લેટીના સિરામિક ફેક્ટરીમાં રહીને મજુરી કરતા ડાપુબાઈ જીતેન્દ્રભાઈ માલવી (ઉ.વ.૨૪) નામની પરિણીતા ફેક્ટરીની ઓરડીમાં ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા મોરબી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ. તે ઉપરાંત કાલિકા પ્લોટ વિસ્તારના રહેવાસી મિલન પોપટભાઈ જાદવ (ઉ.વ.૨૬) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતા હોસ્પિટલ ખસેડાયો છે

તો વાવડી રોડ પરની પરિણીતા રૂકસાનાબેન શબ્બીરભાઈ કાદરી (ઉ.વ.૨૭) ફિનાઈલ પી જતા સારવાર ખસેડાઈ છે જયારે અન્ય બનાવમાં ગલાબેન મધાભાઈ કોળી રહે. તા. રાપર વાળા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે

Comments
Loading...
WhatsApp chat