મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે છઠ્ઠી વખત મગનભાઈ વડાવીયાની તાજપોશી

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતના હોદેદારોની ટર્મ પૂર્ણ થતી હોય જેથી આજે હોદેદારોની ચૂંટણી યોજાઈ યોજાઈ હતી જોકે યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેન માટે અન્ય કોઈએ ઉમેદવારી ના નોંધાવતા હાલના ચેરમેન મગનભાઈ વડાવીયા અને વાઈસ ચેરમેન તરીકે ભવાનભાઈ ભાગીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સતત પાંચ ટર્મ જવાબદારી નિભાવતા મગનભાઈ વડાવીયાની સતત છઠ્ઠી વખત ચેરમેન તરીકે તાજપોશી થઇ છે આજે ચૂંટણીમાં ચેરમેન પદ માટે અન્ય કોઈએ ઉમેદવારી ના નોંધાવતા સતત છઠ્ઠી વખત યાર્ડના ચેરમેન તરીકે મગનભાઈ વડાવીયાએ ચેરમેન તરીકે કાર્યભાર સાંભળ્યો છે તો ગત ટર્મમાં વાઇસ ચેરમેન તરીકે જવાબદારી નિભાવતા ભવાનભાઈ ભાગીયા પણ બિન હરીફ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે યાર્ડના ડિરેકટરો અને અન્ય અગ્રણીઓએ બંને હોદેદારોને શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat