



મોરબીમાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. છતાં પણ અમુક લુખ્ખા તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તેમ ઘાતકી શસ્ત્રો લઇને ફરતા હોય છે. ત્યારે સતત બીજે દિવસે 2 ઈસમો ઝડપાયા છે.
પ્રથમ કિસ્સામાં મોરબીમાં આરોપી રાજેશ હિતેષભાઇ નાંગહ લાયન્સનગર મેઇન રોડ દાળમા દાદાના મંદીર પાસે શારીરિક ઇજા કરી શકાય તેવી છરી કિ.રૂ/- ૧૦/-ની ધારણ કરી સાથે મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં મોરબીમાં કાલીકા પ્લોટ સાઈન્ટીફીક રૉડ નર્મદા હોલની પાસે આરોપી સદાઉદભાઈ અબ્બાસભાઈ કુરેશી પોતાના કબ્જામાં પ્લા.ના હાથાવાલઈ સ્ટેનલેસ સ્ટીલની એક બાજુ ધાર અણીદાર છરી કિ.રૂ.૧૦/૦૦ ની સાથે ઝડપાયો હતો.
આ બન્ને કિસ્સામાં પોલીસે અનુક્રમે જી.પી.એકટ કલમ ૩૭(૧), ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

