નાલંદા વિધાલયનું સતત બીજા વર્ષે NEET નું ભવ્યાતિભવ્ય પરિણામ

મોરબી જીલ્લાની વીરપર નજીક આવેલી નાલંદા વિધાલય બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ આપી રહી છે સાથે જ NEET માં પણ નાલંદા વિદ્યાલયનું સર્વશ્રેષ્ઠ પરિણામ જોવા મળે છે સતત બીજા વર્ષે આ શાળાએ NEET માં ભવ્ય પરિણામ મેળવ્યું છે.

નાલંદા વિધાલયનું NEET ૨૦૧૮ ના પરિણામ પર નજર કરીએ તો જીલ્લામાં પ્રથમ આવેલી ફ્રેન્સી જેતપરિયા ૫૮૫ માર્ક્સ અને ૯૯.૭૮ પીઆર સાથે AIR ૧૮૬૩ મેળવ્યા છે તે ઉપરાંત ભાવિન સુવારીયા ૫૧૫ માર્ક્સ, કર્તવ્ય ગઢિયા ૫૦૦ માર્ક્સ, ઉત્તમ આદ્રોજા ૪૫૯ માર્ક્સ, અમિત જીવાણી ૪૮૯ માર્ક્સ, આશિષ સોમૈયા ૪૮૭ માર્ક્સ, હર્ષ ભાટિયા ૪૭૯ માર્ક્સ, કૌશાં આડેસરા ૪૫૬, હર્ષ કાવર ૪૫૪, જેનીશ ઝાલરિયા ૪૪૯, નિમિશ રંગપરીયા ૪૩૭ માર્ક્સ, દર્શન દેસાઈ ૪૩૪ માર્ક્સ, પ્રિન્સ બાવરવા ૪૧૪ અને ઋતુ શેખ ૪૦૯ માર્ક્સ સાથે ઉજ્જવળ પરિણામ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.

નાલંદા વિધાલયના ૭૨ વિદ્યાર્થીઓમાંથી ૩૦૦ થી વધુ માર્ક્સ મેળવતા ૪૫ વિદ્યાર્થીઓ. જયારે ગત વર્ષે પણ નાલંદા વિદ્યાલયે NEET ની પરીક્ષામાં ડંકો વગાડ્યો હતો. NEET ૨૦૧૭ માં સંસ્થાના ૧૦ થી વધુ વિદ્યાર્થીઓ ૪૦૦ થી વધુ માર્ક્સ, ૧૮ વિદ્યાર્થી ૩૫૦ થી વધુ માર્ક્સ, ૩૫ વિદ્યાર્થીઓ ૩૦૦ થી વધુ માર્ક્સ અને ૪૯ વિદ્યાર્થીઓ ૨૫૦ થી વધુ માર્ક્સ મેળવી ઉતીર્ણ થયા હતા તો NEET પરીક્ષામાં ઉત્તમ માર્ક્સ સાથે વિદ્યાર્થીઓ NEET પરીક્ષામાં ઉતીર્ણ થતા સંસ્થાના ટ્રસ્ટી જયેશભાઈ ગામી અને તેની ટીમે અભિનંદન પાઠવ્યા છે.

Comments
Loading...
WhatsApp chat