ઈતિહાસ સર્જાયો : લોની ફેકલ્ટીના એક જ કોલેજ ના ૬ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ટોપ ટેન મા.

મોરબી ની શ્રીમતિ પ્રભા બેન પટેલ લો કોલેજે ઈતિહાસ સર્જ્યો.

તાજેતર મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખા ના પરિણામો જાહેર કરવા મા આવ્યા છે. જેમા એલ.એલ.બી. સેમ-૬ નુ પરિણામ પણ જાહેર થયુ. જેમા યુનિવર્સિટી પ્રથમ મોરબી ની પ્રભાબેન પટેલ ની વિદ્યાર્થીની પરમાર દીપાલી બેન મહેશ કુમાર (૭૩.૭૫%) સહીત અાજ કોલેજ ના કુલ ૬ વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટી ટોપટેન મા સ્થાન મેળવ્યુ છે. મોરબી ના શિક્ષણ જગત ના ઈતિહાસ મા પ્રથમ વખત કોઈ એક કોલેજ ના ૬ વિદ્યાર્થીઓ ને યુનિવર્સિટી ટોપ ટેન મા સ્થાન મેળવ્યુ હોય તેવુ બન્યુ છે.

શ્રીમતિ પ્રભાબેન પટેલ લો કોલેજ-મોરબી ના યુનિવર્સિટી ટોપર્સ મા યુનિવર્સિટી પ્રથમ- પરમાર દીપાલી બેન એમ. (૭૩.૭૫%) , યુનિવર્સિટી મા ચોથા ક્રમાંક પર આજ કોલેજ ની બે વિદ્યાર્થીની ઓ- ભાટીયા મનાલી બેન બી., બોડા માનસી બેન આર. (૭૨.૧૪%), યુનિવર્સિટી મા પાંચમા ક્રમાંક પર આજ કોલેજ ના હોથી જતિન ભાઈ એમ. (૭૨.૦૭%), યુનિવર્સિટી મા છઠ્ઠા ક્રમાંક પર સનારીયા ધરતીબેન એ. (૭૧.૯૬%) , યુનિવર્સિટી મા આઠમા ક્રમાંક પર વાસઝારીયા કૃપાબેન બી. ( ૭૧.૭૮%) સહીત ના વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણ સાથે ઉતિર્ણ થયા છે. તે સાથે આ કોલેજ  મા અભ્યાસ કરી પ્રવર્તમાન વર્ષે મોરબી ના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ એ એલ.એલ.બી. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે..

વિદ્યાર્થીઓ ની આ ઉત્કૃષ્ઠ સિધ્ધી બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી એન.એચ. જેઠવા સર, સુમંત ભાઈ પટેલ, ભવ્યદીપ સિંહ જેઠવા સર , સંસ્થા ના પ્રિન્સીપાલ શ્રી ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા તથા પ્રોફેસર નિર્મિત કક્કડ સહીતના સ્ટાફ ગણે અભિનંદન પાઠવ્યા છે.

 

 

Comments
Loading...
WhatsApp chat