

મોરબી શહેરમાં પીવાના પાણીની કુત્રિમ તંગી જોવા મળી રહી છે અને પ્રજા પરેશાન છે ત્યારે સ્થાનિક તંત્રથી લઈને સરકાર સુધી કોઈના પેટનું પાણી હલતું નથી ત્યારે આ મામલે નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે
નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય કે પી ભાગિયાએ નાયબ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું ચ કે નર્મદા બંધ પરના ભાગે પુરતો વરસાદ થતા નાયબ મુખ્યમંત્રી દ્વારા પીવાનું પાણી સમયસર મળશે તેવી જાહેરાત કરી હતી જોકે આ નિવેદનમાં થોડા જ દિવસોમાં મોરબી શહેરમાં એકાંતરા કે ત્રણ દિવસના અને સાત દિવસે પાણી મળે છે જેથી ગૃહિણીઓ ખાલી બેડા લઈને રઝળપાટ કરવા મજબુર બની છે વેચતા પાણી અને ડીઝલના અસહ્ય ભાવ વધારાને પગલે અગાઉ ૩૦૦ માં મળતું ટેન્કર હાલ ૧૦૦૦ આપવા છતાં પાણી પૂરું પાડવા કોઈ તૈયાર નથી મોરબીના શહેરીજનો પાણીવેરો ભરે છે પરંતુ પ્રાથમિક જરૂરિયાત સમાન પાણી પૂરું પડવાની નૈતિક જવાબદારી શાસક અને વિપક્ષની છે જે નિભાવવામાં તંત્ર ઉણું ઉતર્યું છે
આગામી દિવસોમાં શહેરના તમામ મહિલા મંડળો એકત્ર થઈને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને પાણીપત યુદ્ધ મોરબીમાં ખેલાવવાની પૂરી શક્યતા હોય જેથી આ પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે