લીઓ કલબના પ્રેસીડેન્ટ અને પી.જી પટેલના વિધાર્થીઓનું ઝૂપડપટ્ટી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ

લીઓ કલબ અને પી.જી.પટેલના વિધાર્થીઓ દ્વારા ઝૂપડપટ્ટી વીસ્તારના બાળકો સાથે કલબના પ્રેસિડેન્ટની નિમણુક થતા ઉજવણી કરવામાં અવી હતી.

તાજેતરમાં લાયન્સ કલબની દેખરખ હેઠળ લીઓ કલબ નામની સંસ્થા શરુ થઇ છે.લીઓ કલબના પ્રેસીડેન્ટ તરીકે તીર્થ ફળદુની નિમણુક કરવામાં આવી હતી.જેની ઉજવણી કઇક અલગ રીતે કરવામાં આવતા કલબના સભ્યો અને પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓએ સાથે મળી મોરબીમાં રહેલ ઝૂપડપટ્ટીના બાળકોને નાસ્તો કરવામાં આવ્યો હતો.

આ ઉજવણીમાં લાયન્સ કલબના વીરેન્દ્ર પાટડીયા, કપિલ માલાણી, સુમિત કચોરીયા, સહીત પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.તેમજ આ તકે લીઓ કલબમાં જોડાવા માટે તીર્થ ફળદુ ૯૯૦૯૮ ૫૬૭૪૮ પર કોન્ટેકટ કરવા લીઓ કલબના પ્રેસીડેન્ટની યાદીમાં જણાવ્યું હતું.

 

 

Comments
Loading...
WhatsApp chat