


મોરબીની આર.કે. (રાધે કૃષ્ણ) સ્કૂલ અને લીટલ ફ્લાવર પ્લે હાઉસ ખાતે રામનવમી નિમિતે ફૂડ ડેકોરેશન અને ડ્રોઈંગ સ્પર્ધા યોજવામાં આવી હતી.
રવિવારે રામનવમીનો ઉત્સવ હોય જેની ઉજવણી આજે શાળા અને પ્લે હાઉસમાં કરવામાં આવી હતી જેમાં રામનવમી નિમિતે લોકો ફરાળ કરતા હોય છે જેથી વિવિધ ફ્રુટ્સ વડે શાળાના બાળકોએ ફૂડ ડેકોરેશન કર્યું હતું તેમજ ડ્રોઈંગ સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ભૂલકાઓએ ભગવાન શ્રીરામના સુંદર ડ્રોઈંગ તૈયર કર્યા હતા. બાળકો દ્વારા ફૂડ ડેકોરેશન અને ડ્રોઈંગને નિહાળવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો બાળ સહજ પ્રતિભાને સૌ કોઈએ બિરદાવી હતી અને શાળા સંચાલકોએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

