વાવાઝોડાની શક્યતાને પગલે નવલખી બંદરે ૨ નંબરનું સિગ્નલ લગાવ્યું

અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાતા તમામ બંદરોને એલર્ટ કરવામાં આવતા મોરબીના નવલખી બંદરે બે નંબરનું સિગ્નલ ચડાવવા આવ્યું છે.

મળતી વિગત મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું હતું જે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જતા વાવાઝોડાની શકયતા જોવાઇ રહી છે. વાવાઝોડાને પગલે ઝડપી પવન ફૂંકવાની શક્યતા હોય જેથી હવામાન વિભાગ દ્વારા તમામ બંદરોને એલર્ટ કરવામાં આવ્યા હતા.તો મોરબીના નવલખી બંદર પર પણ બે નંબર નું સિગ્નલ લાગવવામાં આવ્યું હતું .

Comments
Loading...
WhatsApp chat