Billboard ad 1150*250

વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે મોરબી જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

0 155
Post ad 1

Post ad 3

મોરબીમાં વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેમાં  બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને તા.૧૨ અને તા. ૧૩જુનેએ મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વાયુ વાવાઝોડાની અસર મોરબી જીલ્લામાં પણ થનાર હોવાની શક્યતાને પગલે મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો દરિયામાં માછીમારોને ન જવા સુચના આપી દેવામાં આવી છે ત્યારે વિધાર્થીઓના હિતને ધ્યાને લઈને મોરબી જીલ્લાની તમામ શાળાઓમાં તા. ૧૨ અને ૧૩ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હોવાનું પ્રાથમિક શિકક્ષણાધિકારી મયુર પારેખ અને જિલ્લા શિક્ષણાધિકારી સોલંકીની યાદીમાં જણાવાયું છે.તો વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ જાતની અફવાઓને ધ્યાને ના લેવી અને જે કાઈ સુચના કે માર્ગદર્શન હશે તે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે તો વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ગુરુવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હેઠળની તમામ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat