સાગર વાવાઝોડાને પગલે હળવદ અને માળિયામાં તંત્રને સતર્ક રહેવા આદેશ

હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગર વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે જેને પગલે જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકારી અને માળિયા તાલુકા મામલતદારને સતર્ક રહેવાની સૂચના આપી છે.

હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાગર સાયકલોનની અસર થવાની શક્યતાને કારણે આગાહી કરવામાં આવી છે. નવલખી બંદર પર પર બે નંબરનું સિગ્નલ આપવામાં આવેલ છે અને પવનની ગતિ વધવાની સંભાવના હોય જેથી જિલ્લા કલેક્ટરે હળવદ પ્રાંત અધિકરી માળીયા ડિઝાસ્ટર લાયઝનિંગ અધિકારી તેમજ માળીયા તાલુકા મામલતદારને યોગ્ય તકેદરીના પગલા લેવા માટે સૂચના આપી છે.તેમજ સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવાનું પણ જણાવ્યું છે. કોઈપણ અનિચ્છનીય બનાવ કે અકસ્માત થાય અથવા સંભાવના હોય તો જિલ્લા ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ અથવા ઇમરજન્સી હોટલાઈન ૧૦૭૭ ઉપર જાણ કરવા જીલ્લા કલેકટરે જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat