



પવિત્ર શ્રાવણ માસ નિમિતે સાતમ આઠમના તહેવારો પૂર્ણ થઇ ચુક્યા છે જોકે ભાદરવા માસમાં પણ મોરબી નજીકના રંગપર ગામે ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે જે લોકમેળો ઋષિ પાંચમને શુક્રવા ના રોજ યોજાશે
મોરબીના રંગપર ગ્રામ પંચાયત દ્વારા ઋષિ પાંચમ નિમિતે તા. ૧૪ ને શુક્રવારના રોજ મહાકાલેશ્વર મહાદેવ અને મહાકાળી માતાજીનાન આશ્રમ રંગપર મુકામે દર વર્ષની જેમ ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકમેળામાં જાહેર જનતાને પધારવા રંગપર ગ્રામ પંચાયતના સરપંચ કુસુમબા મહેન્દ્રસિંહ ઝાલા અને સદસ્યો તેમજ તલાટી મંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે



