Billboard ad 1150*250 Billboard ad 1150*250

આમરણના મેલડી માતાજી મંદિરે ગૌશાળાના લાભાર્થે લોકમેળો

લોકમેળો અને મહાપ્રસાદનું કરાયું આયોજન

મોરબીના આમરણ અને ડાયમંડનગર ગ્રામ પંચાયતના સૌજન્યથી ગૌશાળાના લાભાર્થે આગામી તા. ૧૩ ના રોજ ભવ્ય લોકમેળો ને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે

આમરણ મેલડી યુવા સેવા સમિતિ દ્વારા તા. ૧૩ ને ગુરુવારના રોજ ભાદરવા સુદ ૪ ના રોજ સવારથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સાંજે ૬ કલાકે મહાપ્રસાદ યોજાશે લોકમેળાનાં આયોજક ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, મુનાભાઈ ગાંભવા, કેતનભાઈ કાસુન્દ્રા અને રજનીશભાઈ વાઘડીયા તેમજ સંચાલક જયંતીભાઈ જાકાસણીયા, અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, મોહનભાઈ મલાભાઇ આમરણ સરપંચ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ મંદિર પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે

Comments
Loading...
WhatsApp chat