મોરબીમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધા યોજાશે  

 

” આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે 30 મી જાન્યુઆરી મહાત્મા ગાંધી પુણ્યતિથિ “સ્વચ્છ ભારત અભિયાન ” નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીનું સ્વપ્ન એ જ “સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત” એ જ સાચી શ્રધ્ધાંજલી છે કેટેગરી-મુજબ સ્લોગન અને  સ્લોગન અનુરુપ ચિત્ર – સ્પર્ધાનુ આયોજન કરેલ છે.

  • આ સ્પર્ધા માં ભાગ લેવાં માટે સ્પર્ધકોએ પોતાને અનુકુળ સમય લખી ને મોકલી આપવો.
  • સ્પર્ધા તા. 30/1/2023
  • સમય:- સવારે 10=00 થી સાંજના 4=00 સુધી

( સ્પર્ધકો એ એક કલાક ની મર્યાદામાં ભાગ લેવાનો રહેશે) ● સ્થળ:- “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રૂમ નં. 202 મોરબી ખાતે આવવાનું રહેશે.

આ સ્પર્ધા માટે કેટેગરી -મુજબ સ્લોગન અનુરુપ ચિત્ર દોરો.

  • (કેટેગરી-1 ધો-1,2,3,4)

કે-1 સ્લોગન:- સ્વચ્છ શાળા સ્વચ્છ ગામ

  • (કેટેગરી-2 ધો-5,6,7,8)

કે-2 સ્લોગન:- સૌનો સાથ ગંદકી નો નાશ

  • (કટેગરી-3 ધો-9,10,11,12)

કે-3 સ્લોગન:- સ્વચ્છતા લાવો ગંદકી ભગાડો

  • (કેટેગરી-4 કોલેજ નાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ)

કે-4 સ્લોગન:-સ્વચ્છતા ને WEL COME ગંદકી ને  BYE BYE

આ સ્પર્ધામાં કુલ  ચાર કેટેગીરી રાખવા માં આવી છે અને તમામે કેટેગરીનાં સ્પર્ધકોએ “સ્વચ્છ ભારત- સ્વસ્થ્ય ભારત” વિષયને અનુરુપ એટલે કે સ્વચ્છતાં અંગે ચિત્ર દોરવાના છે આ સ્પર્ધા માટે જરૂરી ડ્રોઈંગ સીટ “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર તરફ થી આપવામાં આવશે. સ્પર્ધકોએ કલર, પેન્સીલ રબ્બર જાતે સાથે લાવવાનું રહેશે આ સ્પર્ધાનાં દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને કેટેગરી મુજબ શ્રેષ્ઠ ચિત્ર માટે પ્રમાણપત્ર સાથે સિલ્ડ આપવાંમાં આવશે.

બહાર ગામ નાં સ્પર્ધકો ને નિયમાનુસાર એસ. ટી.બસ ભાડુ મળવાપાત્ર “આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ચુકવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા અને યોગ્ય વ્યવસ્થા માટે સ્પર્ધકોએ નામ, ધોરણ / વ્યવસાય, સ્કૂલ, ગામ તથા અનુકુળ સમય લખી તા 28/1/2023 રાત્રે 9=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક વોટ્સપ નંબર પર  જરુર જાણ કરશો..

એલ.એમ.ભટ્ટ 98249 12230 દિપેનભાઈ ભટ્ટ 97279 86386

Comments
Loading...
WhatsApp chat