Billboard ad 1150*250

મોરબીની મહિલા સાયન્સ કોલેજમાં વિશ્વ ઓઝોન દિવસ નિમિતે ફ્લેશ મોબ

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        આજે વિશ્વ ઓઝોન દિવસ નિમિતે મોરબીની જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પ્રથમ વર્ષ બીએસસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા ફ્લેશ મોબનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતુ

Post ad 3

        ૧૬ સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે ઓઝોન સ્તર પૃથ્વીની ફરતી બાજુએ પથરાયેલ હોવાથી ઓઝોન સ્તર સુર્યમાંથી આવતા હાનીકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ કરે છે જોકે છેલ્લા વર્ષોમાં માનવ સર્જિત પ્રદુષણને લીધે ઓઝોન સ્તરને નુકશાન પહોંચી રહ્યું છે UV લાઈટના કારને સ્કીન કેન્સર જેવા ગંભીર રોગો વધી રહ્યા છે ત્યારે ઓઝોનનું સ્તર બચાવવા આપણે એસી અને ફ્રીજ જેવા ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તેમજ પ્રદુષણ અટકાવવું જોઈએ તે બધી જ માહિતી ફ્લેશ મોબ દ્વારા આપવામાં આવી હતી

        પટેલ મહિલા કોલેજમાં ફ્લેશ મોબનું આયોજન ઈ.પ્રી. આરતી રોહનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો જનજાગૃતિ કાર્યક્રમ બદલ સંસ્થાના ટ્રસ્ટી અને પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ઉત્સાહમાં વધારો કર્યો હતો

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat