મોરબીમાં મંગળવારે ૨૨૫૦ ફૂટના તિરંગા સાથે ફ્લેગમાર્ચ, નવો વિક્રમ બનશે
યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલયનું સંયુક્ત આયોજન, મોરબીવાસીઓને ફ્લેગ માર્ચમાં જોડાવવા માટે આહ્વાન કરાયું




હંમેશા કંઈક નવી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ રૂપે નીલકંઠ વિદ્યાલયના સહયોગથી ૧૪ ઓગસ્ટને મંગળવારે સવારે એક વિશેષ નેશનલ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેન્ડ સાથે 2250 ફૂટના લાંબા ત્રિરંગા સાથે ફલેગ માર્ચ યોજાશે.
‘નેશનલ ફ્લેગ માર્ચ’ 14 ઓગસ્ટ મંગળવારે સવારે 9.00 વાગ્યે, નીલકંઠ વિદ્યાલય, રવાપર રોડ પરથી પ્રસ્થાન થશે. અને રવાપર રોડ પરથી નવા બસ્ટેન્ડ, શનાળા રોડ થઈ ગાંધી ચોકથી પરત રવાપર રોડ થઈને નીલકંઠ વિદ્યાલય ખાતે સમાપન થશે.. 2250 ફૂટ લાંબા ત્રિરંગાને પકડવા માટે અંદાજીત 500થી વધુ લોકોની જરૂરિયાત છે. તો આપણા મોરબીમાં પ્રથમ યોજાઈ રહેલી અનોખી નેશનલ ફ્લેગ માર્ચમાં આપણાં ગ્રૂપના તમામ સભ્યો તેમજ નગરજનોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે
મોરબીમાં સૌપ્રથમ વખત વિશાલ તિરંગા સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો વળી ૨૨૫૦ ફૂટના તિરંગા અને હજારો લોકોની ફલેગમાર્ચ સાથે મોરબીમાં વિક્રમ સ્થાપિત થવા જઈ રહ્યો છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ અને એશિયા બૂકમાં નોમીનેશન કરવામાં આવશે તેમ સંસ્થા અગ્રણી દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે



