મોરબી વરમોરા ગ્રુપ દ્વારા ૭૩માં પ્રજાસતાક દિન નિમિતે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ.

આજે આપણા ભારત દેશનો ૭૩મો પ્રજાસત્તાક દિવસ છે. ૧૯૫૦માં આપણા દેશે પોતાનું આગવું બંધારણ સ્‍વીકારીને પ્રજાનું સુશાસન પ્રાપ્‍ત કર્યુ. તેનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ આપણા સૌ માટે પવિત્ર દિવસ છે. ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંવિધાન નિષ્‍ણાંત અને વિદ્વાનો દ્વારા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. સરદાર પટેલે દેશને એક તારે બાંધ્યો હતો અને ડો.આંબેડકરે બંધારણ ઘડી આપણને સ્વશાસન આપ્યું છે. જયારે પ્રજાસત્તાક રાષ્‍ટ્રની પ્રજા માટે શાંતિ અને સદભાવ જળવાઈ રહે. અને તમામ દેશવાસીઓ દેશના વિકાસમાં સહભાગી બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

 

કેવિન વરમોરા તથા અશોક પટેલ તથા  આદર્શ પટેલ સહિતના સંચાલકો તેમજ બહોળી સંખ્યામાં કામદારોએ તિરંગાને સલામી આપી પોતાની રાષ્ટ્રિય ભાવના ઉજાગર કરી હતી

Comments
Loading...
WhatsApp chat