વાંકાનેરના રાજાવડલા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

 

વાંકાનેરના રાજાવડલા ગામેં  જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પી આઈ એન એ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના હરપાલસિંહ પરમાર અને પ્રતિપાલસિંહ વાળાને રાજાવડલા ગામે જુગાર્ રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ફિરોજભાઈ અબ્દુલભાઈ દલ, જાહિદભાઈ અલાદભાઈ વીસર, પ્રદીપભાઈ અશોકભાઈ સારદીયા, જયેશભાઈ મનસુખભાઈ અબાસણીયા અને ધર્મેન્દ્રસિહ જુવાનસિંહ ઝાલાને રોકડ રકમ રૂ.૩૯૮૫૦ તથા અન્ય મુદામાલ કીમત રૂ.૧૪૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૩૮૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર સીટી પોલીસની કામગીરીમાં પી આઈ એન એ વસાવા, હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી અને કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા અને જનકભાઈ ચાવડા સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat