સરતાનપર રોડ પર પાંચથી છ શખ્શોએ કર્યો યુવાન પર લાકડાના ધોકાથી હુમલો

વાંકાનેરના સરતાનપર રોડ પર પાંચથી છ ઇસમોએ એક શ્રમિક યુવાનને રસ્તામાં ઉભો રાખી લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના મદારગઢ ગામનો રહેવાસી અને હાલ વાંકાનેર નજીકના એમસર સિરામિક કારખાના નજીક રહેતા ભરત રાજાભાઈ માથાસૂરીયા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા પાંચથી છ ઈસમો ત્રણ મોટરસાયકલમાં આવીને સરતાનપર ગામની સીમ પાસે તેને રસ્તામાં રોકીને કોઈ કારણોસર લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી છે અને ફરિયાદીના મોટરસાયકલમાં નુકશાન પહોંચાડી નાસી ગયા છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat