મોરબીના ટીંબડી નજીક કારખાનાની ઓફિસમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી પંથકમાં જુગારના ધમધમાટ વચ્ચે પોલીસની દરોડા કાર્યવાહી સતત ચાલુ છે જેમાં ટીંબડી નજીક કારખાનાની ઓફિસમાં બેસી જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી પોલીસે ૮૦ હજારથી વધુની રોકડ જપ્ત કરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ અને પીએસઆઈ એન.જે. રાણા સહિતની ટીમેં ટીંબડી નજીક આવેલા અમૃત સિમેન્ટ કારખાનાની ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમા રમી રહેલા સાગર નંદલાલ જાકાસણીયા, પ્રવીણ નરશીભાઈ બોપલીયા, પીયુષ નાગજીભાઈ કડીવાર, લાલજીભાઈ નરભેરામભાઈ પાંચોટિયા અને ભાવેશ ગોવિંદભાઈ પટેલ એમ પાંચને ઝડપી લઈને ૮૦,૯૫૦ ની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat