Billboard ad 1150*250

હડમતીયા ગામે તળાવમાં પાંચ વ્યક્તિ ન્હાવા ગયા, ડૂબી જતા પિતાપુત્રના મોત

0 529
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        ટંકારાના હડમતીયા ગામના તળાવમાં પાંચ વ્યક્તિ ન્હાવા ગયા હોય જેમાં બે પિતાપુત્રના ડૂબી જતા કરુણ મોત થયા છે જેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

        બનાવની મળતી માહિતી મુજબ મૂળ હડમતીયા ગામના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા રાહુલ સોલંકી પોતાના પરિવાર સાથે પાલનપીરના મેળા માટે વતન હડમતીયા ગામે આવ્યા હતા અને હડમતીયા ગામના તળાવમાં રાહુલ સોલંકી, તેનો પુત્ર આરવ તેમજ અન્ય ચાર-પાંચ લોકો ન્હાવા માટે ગયા હોય દરમિયાન તળાવમાં રાહુલ સોલંકી અને તેનો પુત્ર આરવ ડૂબી જતા મોત નીપજ્યા હતા અને અમદાવાદથી ફરવા આવેલા પરિવારમાં કરુણાંતિકા સર્જાતા હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા હતા બનાવને પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પિતા-પુત્રના મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat