Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદના દેવાળિયા ગામે પાંચ શખ્શો યુવાન પર તૂટી પડ્યા, યુવાન ઈજાગ્રસ્ત

 

હળવદના દેવળિયા ગામના વતની જીજ્ઞેશ ઘનશ્યામભાઈ વરમોરા નામના યુવાન સાંજના સમયે પોતાની વાડીમાં હોય ત્યારે કારમાં સવાર પાંચ શખ્શો ઘસી આવ્યા હતા અને યુવાન કાઈ સમજે કે વિચારે તે પૂર્વે જ લોખંડનો પાઈપ અને લાકડીથી યુવાન પર હુમલો કરી દીધો હતો અને યુવાનને લાકડી અને લોખંડના પાઈપ ઝીંકી બંને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

જે હુમલામાં ઘવાયેલા યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્ત યુવાન જીજ્ઞેશ વરમોરા નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના ગામનો રહેવાસી હિતેશ ભોરણીયા અને બીજા ચાર અજાણ્યા શખ્શોએ ફરિયાદીના ભાઈ સાથે અગાઉની પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી કરી ગાળો આપી ઢોરમાર માર્યો છે

તેમજ ઝપાઝપીમાં યુવાનનો મોબાઈલ પડી ગયો હતો. હળવદ પોલીસે યુવાનની ફરિયાદને પગલે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર આપવામાં આવી રહી છે.

Comments
Loading...
WhatsApp chat