Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના લજાઈ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

લજાઈ ગામે આવેલી કરીયાણા દુકાન પાસે જાહેરમાં જુગાર અંગે બાતમી મળતા તાલુકા પોલીસેની ટીમે દરોડો કરીને પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૩૭,૯૦૦ ની ર્દોક્દ જપ્ત કરી છે

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ટંકારા પોલીસની ટીમને બાતમી મળતા પોલીસની ટીમે સ્થળ પર દરોડો કર્યો હતો જેમાં લજાઈ ગામની સીમમાં વિશાલ પોલીપેક સામે કરીયાણા દુકાનની બહાર જુગાર રમતા મનસુખભાઈ જીવાભાઈ બાંભણીયા, ભગીરથસિંહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ હકુભા ઝાલા, રાજેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા, ચમનભાઈ સવજીભાઈ પનારા અને ભરતભાઈ રણછોડભાઈ સીતાપરા એમ પાંચ જુગારીઓને ઝડપી લઈને રોકડ રકમ ૩૭,૯૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat