મોરબીના વાવડી રોડ પર પાંચ શખ્શોએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો

મોરબીના વાવડી રોડ પર જુના મનદુઃખનો ખાર રાખી પાંચ શખ્શોએ યુવાન પર હુમલો કરી દેતા યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવા તપાસ ચલાવી છે.

મોરબીના વાવડી રોડ પર ગુરુવારે સાંજના સુમારે બઘડાટી બોલી હતી જેમાં ભંગારના ડેલામાં મજુરી કરતા યુવાન પર પાંચ શખ્શોએ હુમલો કર્યો હતો અને યુવાનને માથામાં લાકડાના ધોકાના ઘા ઝીંકી દેતા માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવેલ

જે બનાવ મામલે ફરિયાદી ફારૂક આમદ અઘામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી મયુર મનુ ભરવાડ, રોહિત મનુ ભરવાડ, સાગર, વિજય અને એક અજાણ્યો માણસ એ પાંચ શખ્શો વાવડી રોડ પર જનકભાઈના ડેલા પાસે આવી ફરિયાદીના ભત્રીજા સબીર અઘામને આરોપી મયુર અને રોહિત ભરવાડે માથામાં લાકડાના ધોકા ફટકારી તેમજ અન્ય આરોપીએ ઢીકા પાટું માર મારી ગંભીર ઈજા પહોંચાડી છે પોલીસે યુવાન પર જીવલેણ હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી સહિતના ગુન્હા નોંધી આરોપીની શોધખોળ ચલાવી છે આ અંગે વધુ તપાસ એ ડીવીઝન પીએસઆઈ ચંદ્રકાત શુકલા ચલાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat