Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ઘૂટું ગામના મકાનમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ઘૂટું ગામના રહેણાંક મકાન પર દરોડો કરીને જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને ૭૧,૧૫૦ ની રોકડ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલ સહિતની ટીમે બાતમીને આધારે ઘૂટું ગામે રહેતા સુરેશભાઈ રાઘવજીભાઈ પરેચાના મકાનમાં દરોડો કરતા જુગાર રમી રહેલા મકાનમાલિક સુરેશભાઈ રાઘવજીભાઈ પરેચા, મનસુખભાઈ વેલજીભાઈ મોરસાણા, દિનેશભાઈ પ્રભુભાઈ સાથલીયા, કેતનભાઈ રતિલાલભાઈ સોરીયા અને જગદીશભાઈ અમરશીભાઈ ધોરીયાણી રહે. બધા ઘૂટું તા. મોરબી વાળાને ઝડપી લઈને કુલ રોકડ ૭૧,૧૫૦ જપ્ત કરી તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat