તા.પં. ચુંટણીમાં પક્ષના આદેશથી વિરુદ્ધ મતદાન કરનાર કોંગ્રેસના પાંચ સદસ્યો સસ્પેન્ડ



તાજેતરમાં મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચુંટણી યોજાઈ હતી જેમાં પક્ષના આદેશની અવગણના કરીને વિરુદ્ધમાં મતદાન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બે તાલુકા પંચાયતના પાંચ સદસ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
મોરબી જીલ્લાની તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું જોકે તાજેતરમાં સંપન્ન થયેલી ચુંટણીમાં કોંગ્રેસને હળવદ અને માળિયા તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો છે ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યા છતાં પક્ષના આદેશથી વિરુદ્ધ મતદાન કરનાર હળવદ તાલુકા પંચાયતના બે જયારે માળિયા તાલુકા પંચાયતના ત્રણ સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે
જેમાં માળિયા તાલુકા પંચાયતના બગસરા બેઠકના સદસ્ય જીવતીબેન વિરાભાઈ પીપળીયા, ભાવપર બેઠક પરથી ધનેશ્વર કાન્તિલાલ વ્યાસ અને વેજ્લપર બેઠક પરથી રમેશ મનજી કૈલા તેમજ હળવદ તાલુકા પંચાયતના જુના દેવાળિયા બેઠક પરથી અલ્પાબેન અરવિંદભાઈ અને રાણેક્પર બેઠક પરથી સદસ્ય નવઘણ ગણેશ ઉદેચા એ પાંચ સદસ્યોને પાણીચું પકડાવી દઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ છે તો પાંચ સદસ્યોને છ વર્ષ માટે કોંગ્રેસ માંથી સસ્પેન્ડ કરી દેવાતા કોંગ્રેસ પક્ષમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે.

