


મોરબી પંથકમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે જેમાં ચાર મહિલા સહીત કુલ પાંચના વ્યક્તિના મોત થયા છે
મોરબીમાં અપમૃત્યુના બનાવમાં રામીબેન અણદાભાઈ કુંભારિયા (ઉ.વ.૭૦) રહે રબારીવાસ વાળા રાત્રીના ૩ વાગ્યે દાઝી જતા તેને સારવાર મળે તે પૂર્વે જ મોત થયું છે જયારે પંચાસર રોડ પરના પ્રમુખસ્વામી પાર્કમાં રહેતા રીટાબેન દિલીપભાઈ દેત્રોજા (ઉ.વ.૩૪) નામની મહિલાએ આજે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે ત્રીજા બનાવમાં ગીતાબેન કનૈયાલાલ કાલરીયા (ઉ.વ.૫૧) રહે અંજની એપાર્ટમેન્ટ આલાપ રોડ વાળા બપોરે પાણીના ટાંકામાં ડૂબી જતા મોત થયું છે
જયારે ચોથા બનાવમાં મોરબીના જેઈલ રોડ પરના રહેવાસી ત્રિકમજીભાઈ મોતીભાઈ ડાભી (ઉ.વ.૫૬) બપોરે માધાપર ઝાંપા નજીક આવેલી તેની દુકાન આમ્રપાલી પાન પાસે હોય ત્યારે કોઈ કારણોસર મોત થયું છે
જયારે મોરબીના દરબાર ગઢ નજીક ખોખાણી શેરીમાં રહેતા સુધાબેન મૂળશંકરબહિ ખોખાણી (ઉ.વ.૬૩) ના ઘરમાં ગત તા. ૨૪ ના રોજ રસોઈ બનાવતી વેળાએ ગેસનો બાટલો ફાટ્યો હતો જે બનાવમાં વૃધ્ધાને ગંભીર ઈજા થતા મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરેલ અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે પોલીસે તમામ અપમૃત્યુના બનાવોની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે