


હળવદના મોચીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદના મોચીવાડ વિસ્તારમાં પત્તાપ્રેમીઓ જાહેરમાં જુગારના પતા ટીંચતા હોવાની માહિતીને પગલે પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમી રહેલા ઇમરાન યુનુશ રાઠોડ રહે. હળવદ, યાકુબ સેમ્યુઅલ ખ્રિસ્તી રહે હળવદ, મહેબુબ રહીમ ભટી રહે. હળવદ, અલ્લાઉદિન મહમદ ચૌહાણ રહે. હળવદ અને મયુરસિંહ ઉમેદસિંહ ઝાલા રહે. હળવદ એ પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ રૂ. ૧૫,૪૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

