Billboard ad 1150*250 Billboard ad 1150*250

લો કરો વાત પાંચ દિવસ બાદ તાલુકા પોલીસે કરિયાણના દુકાનમાંથી ચાલીસ હજારથી વધુની મતા ચોરી થયાની ફરિયાદ નોધી

મોરબી તાલુકાના બગથળા ગામે પ્લાસ્ટિક ફેકટરી નજીક આવેલી કરિયાણાની દુકાનમાંથી તસ્કરો તેલની બોટલો અને જુદી જુદી બ્રાન્ડની સિગારેટની ચોરી કરી લઈ જતા ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોધવામાં આવી છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકાના બગથળા બિલીયા ગામ વચ્ચે આવેલ શન માર્ક પોલીપેક નામના કારખાના પાસે રવરાય પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા અને બગથળા ગામે મોચી શેરીમાં રહેતા સુરેશભાઈ મુળજીભાઈ સાંણદિયાની દુકાનમાંથી તસ્કરો તારીખ ૦૯ થી ૧૦ના અરસામાં શટરના તાળા તોડી દુકાનમાંથી તેલની મોટી બોટલ નંગ-૨૦, નાની બોટલ નંગ-૩૦, અલગ-અલગ બ્રાંડની સિગરેટ, પરચુરણ પૈસાના સિક્કા કિ.૧૫૦૦ સહિત કુલ રૂપિયા ૪૦,૩૫૦ની ચોરી કરી ગયા હતા.આ અગે તાલુકા પોલીસ નોધ કરી અને આરોપીઓને ઝડપવામાં માટેની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat